Wednesday, January 4, 2012

માતા ની ગોદ........

જીવન માં વિચારવા જેવું ......

દુનિયામા સર્વશ્રેષ્ઠ સ્થળ હોય તો તે માતાની ‘ગોદ’ છે.
એ જ સૃષ્ટિમા જો કોઈ અસહ્ય વર્તન હોય તો તે ‘દગો’ છે.
‘ગોદ’ જેવી શિતળતા હિમાલયમા પણ નથી.
‘દગા’ જેવું અપકૃત્ય શબ્દકોષમા નથી.
‘ગોદ’મા પરમ શાંતિનો અહેસાસ છે.
‘દગો’ કોઈનો સગો નથી.
‘ગોદ’ પામનાર તેની ભાવના અને લાગણી જાણે છે.
‘દગો’ કરનાર સુખ ચેન ગુમાવે છે.
‘ગોદ’નું મહત્વ અને મહત્તા અવર્ણનિય છે.
‘દગો’ દેનાર વખાનો માર્યો હોય છે.
‘ગોદ’મા આચરેલ ખિલખિલાટ અને ધમપછાડા મધુરા લાગે છે.
‘દગો’ કરનારની નિંદ વેરણ થયેલી જણાય છે.
‘ગોદ’ દેનારને કદી ‘દગો’ ન દેશો.
‘દગો’ દેતા પહેલા લાખ વાર વિચારજો                                      

ફોટોગ્રાફ્સ.....










રડવાનું મન થાય છે........

("_")...આજ ફરી એને મલવાનુ મન થાય છે.....("_")

.....♥ પાસે બેસી વાત કરવાનુ મન થાય છે..♥......

('~') એટ્લો લાજવાબ હતો એનો આંસુ લુછવાનો અંદાઝ......('~')

("♥")..કે..("♥")..આજ ફરી રડ્વાનુ મન થાય છે............('~')....

મિત્ર....


એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય ત્યારે પોતાને ખૂબ નસીબદાર માનતું અને આંબા માટે દયા આવતી.

એક દિવસ તેણે આંબાને કહ્યું,’જ્યારે જુઓ ત્યારે કોઈ ને કોઈ તમને પથ્થર મારીને કેરી તોડતું જ રહે છે, ત્યારે તમને બહુ જ પીડા થતી હશે.’ એનાં કરતાં કેરી ઊગતી ન હોય તો કેવું સારૂં ? આ વાત સાંભળીને આંબાના વૃક્ષે કહ્યું,’ એવું ન કહે, મારી ડાળીઓ પર કેરી ઊગે છે એનાંથી મને બહુ ખુશી થાય છે. આ જ કેરીને કારણે તો બાળકો તેના ઊગવાની રાહ જુએ છે અને ઊગે ત્યારે મારી પાસે આવે છે, તેનાથી મને બહુ ખુશી થાય છે.’

આસોપાલવ કહે,’ પણ એમાં તને શો ફાયદો? કાયમ માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી આપતા હો તો તેમાં કોઈ પ્રકારની પીડા કે દુઃખ થતાં નથી.’ આ વાતનો જવાબ આસોપાલવ પાસે નહોતો અને તેથી તેણે આંબાને ધન્યવાદ આપ્યા.

આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.






ખોટી ધારણાઓ..........

માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે :

(1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે !

(2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી !

(3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી !

(4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી !

અને

(5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે !

મિત્રો,
આ પાંચેય ધારણાઓમાં આપણે આપણા દુ:ખ માટે "બીજાને" જવાબદાર માનીએ છીએ.એક વાત યાદ રાખજો , માણસ જયારે પોતાના સુખને"પરાધીન" બનાવી દે છે, ત્યારે તેને "પીડાધીન" બનતાં ભગવાન પણ અટકાવી શક્તો નથી !!......

******************************************************

પ્રેમ..........

પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે,

એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે.

પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા આશિકને
...
ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે